કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સ નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે, જેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. તેમણે જાહેરાત કરી કે હવે FASTag પાસ 3000 રૂપિયામાં મળશે, જેની મદદથી તમે એક વર્ષમાં 200 મફત ટ્રિપ કરી શકો છો. તેમણે X પર એક પોસ્ટ પોસ્ટ કરીને આ માહિતી આપી. નીતિન ગડકરીએ લખ્યું, "એક ઐતિહાસિક પહેલમાં, ₹3,000 ની કિંમતનો FASTag આધારિત વાર્ષિક પાસ 15 ઓગસ્ટ 2025 થી રજૂ કરવામાં આવી રહ્યો છે. આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 મુસાફરી સુધી, જે પણ વહેલું હોય તે માટે માન્ય રહેશે.

