
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ એક પોસ્ટ કરીને હાઇવે પર મુસાફરી કરનારાઓને રોજે રોજના ટોલ ટેક્સ ચુકવવાથી મુક્તિ મળી રહી છે. વર્ષમાં એક વખત 3000 રૂપિયા ફાસ્ટેગ પાસ લો અને દેશભરમાં 200 મુસાફરી બિલકુલ મફત. અહીં સવાલ ઉભો થાય છે કે એક ટ્રિપ કોને કહેવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ ગાડીથી અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે પર જાય છે અને પરત આવે છે તો ટોલ પ્લાઝામાં કેટલા ટ્રિપ કાઉન્ટ થશે? આવો જાણીયે...
સામાન્ય રીતે જે વ્યક્તિ ગાડી લઇને અમદાવાદથી વડોદરા જાય છે તો આ મુસાફરીને એક ટ્રિપ કહે છે અને આ રીતે અમદાવાદથી વડોદરા જવા અને આવવા પર બે ટ્રિપ કહેવામાં આવે છે તો શું 3000 રૂપિયાના ફાસ્ટેગ પાસમાં આ રીતની 200 ટ્રિપ સામેલ હશે.
શું છે 200 ટ્રિપનો અર્થ?
રોડ પરિવહન મંત્રાલય અનુસાર 3000 રૂપિયામાં એક વર્ષમાં 200 ટ્રિપ જે પહેલા થશે તેને માનવામાં આવશે. ઉદાહરણ માટે કોઇ વાહન ચાલક ફાસ્ટેગ પાસ લઇને એક્સપ્રેસ વે પર અમદાવાદથી વડોદરા જાય છે. આ હાઇવે પર બે ટોલ પ્લાઝા આવે છે. રોડ પરિવહન મંત્રાલયના આદેશ અનુસાર તેને બે ટ્રિપ માનવામાં આવશે. જો તે પરત આ રૂટ પરથી જ આવે છે તો તેની 4 ટ્રિપ કાઉન્ટ થશે. 200 ટ્રિપમાંથી 4 ટ્રિપ ઓછી થઇને 196 ટ્રિપ રહી જશે.
ગુજરાતમાં નેશનલ હાઇવે પર વાહન ચાલકોએ 1 વર્ષમાં 4851 કરોડ ટોલ ચૂકવ્યો
ગુજરાતમાં નેશનલ હાઇવે પર વાહનચાલકોએ એક વર્ષમાં રૂપિયા 4851.04 કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે. નેશનલ હાઇવેમાં એક વર્ષમાં વાહનચાલકોએ સૌથી વધુ ટોલ ટેક્સ ચૂકવ્યો હોય તેવા રાજ્યમાં ઉત્તર પ્રદેશ 6695 કરોડ સાથે મોખરે જ્યારે ગુજરાત 4851 કરોડ સાથે બીજા સ્થાને છે. આ સ્થિતિએ ગુજરાતમાં વાહનચાલકો પ્રતિ કલાકે સરેરાશ રૂપિયા 55 લાખનો ટોલ ટેક્સ ચૂકવ્યો છે.
ગુજરાતના આ ટોલટેક્સે સૌથી વધુ ટોલ વસૂલ્યો
સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના NH-48 ના વડોદરા-ભરૂચ સેક્શન પર સ્થિત ભરથાણા પ્લાઝા દેશનો સૌથી નફાકારક પ્લાઝા છે. તેણે છેલ્લા પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ વસૂલ્યો છે. ગયા નાણાકીય વર્ષમાં તેમાંથી 472.65 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.