
જો તમે જૂન, 2025માં બેન્કના બાકી કામકાજ પૂરા કરવાની યોજના ધરાવતા હોવ તો બેન્કની મુલાકાત કરતાં પહેલાં આરબીઆઈનું હોલિડે લિસ્ટ અવશ્ય ચેક કરજો. આરબીઆઈના હોલિડે લિસ્ટ અનુસાર, જૂનમાં દેશભરમાં જુદા-જુદા રાજ્યો અને તહેવારોના કારણે કુલ 12 દિવસ બેન્કો બંધ રહેશે. જેમાં બીજો અને ચોથો શનિવાર તેમજ પાંચ રવિવારની રજા સામેલ છે.
ગુજરાતમાં આઠ દિવસ બેન્કો બંધ રહેવાની છે. જેમાં બે શનિવાર અને પાંચ રવિવારની રજા ઉપરાંત બકરી ઈદની રજા સામેલ છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પરથી બેન્કોનું હોલિડે લિસ્ટ જોઈ શકાય છે. કેરળમાં બકરી ઈદના કારણે 6 અને 7 જૂને રજા રહેશે. ત્યારબાદ આઠ જૂને રવિવાર હોવાથી બેન્કો બંધ રહેશે.
જૂન 2025 બેન્ક રજાઓની યાદી
1 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા (બધા રાજ્યોમાં બેન્કો બંધ)
6 જૂન (શુક્રવાર) – ઈદ-ઉલ-અઝહા (ફક્ત કેરળમાં બેન્કો બંધ)
7 જૂન (શનિવાર) – બકરી ઇદ (દેશભરમાં બેન્કો બંધ)
8 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
11 જૂન (બુધવાર) – સંત કબીર જયંતિ / સાગા દાવા (હિમાચલ અને સિક્કિમમાં બેંકો બંધ)
14 જૂન (શનિવાર) – બીજો શનિવાર (દેશભરમાં બેન્કો બંધ)
15 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
22 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
27 જૂન (શુક્રવાર) – રથયાત્રા / કાંગ (ઓડિશા અને મણિપુરમાં બેન્કો બંધ)
28 જૂન (શનિવાર) – ચોથો શનિવાર (બધા રાજ્યોમાં બેન્કો બંધ)
29 જૂન (રવિવાર) – સાપ્તાહિક રજા
30 જૂન (સોમવાર) – રેમના ની (મિઝોરમમાં બેન્કો બંધ)
ડિજિટલ સેવાઓ ચાલુ રહેશે કાર્યરત
બેન્કો બંધ હોવા છતાં, ગ્રાહકો નેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, UPI અને ATM દ્વારા નાણાકીય વ્યવહારો ચાલુ રહે છે. જો કે, આ રજાઓ દરમિયાન ચેક ક્લિયરિંગ અને અન્ય મેન્યુઅલ સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. જો તમારી પાસે બેન્ક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો રજાઓની યાદી તપાસો. જેથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.