Home / Sports / Hindi : Both RCB and PBKS teams reached the playoffs this year by winning 9-9 matches

IPL 2025નો ફાઈનલ મુકાબલો: RCB અને PBKS બંને ટીમો આ વર્ષે 9-9 મેચો જીતીને પ્લેઓફ સુધી પહોંચી, જાણો કોનું પલડું ભારે

IPL 2025નો ફાઈનલ મુકાબલો: RCB અને PBKS બંને ટીમો આ વર્ષે 9-9 મેચો જીતીને પ્લેઓફ સુધી પહોંચી, જાણો કોનું પલડું ભારે

આજે IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. આ વર્ષે એવી ટીમ ચેમ્પિયન બનશે જેણે પહેલા ક્યારેય ટ્રોફી જીતી નથી, કારણ કે એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને બીજી તરફ પંજાબ કિંગ્સ. RCBએ ક્વૉલિફાયર મુકાબલામાં PBKSને મ્હાત આપી હતી. PBKSએ બીજી ક્વૉલિફાયર મેચમાં જીત નોંધાવીને વાપસી કરી અને ફાઈનલમાં જગ્યા બનાવી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ બંનેમાંથી મજબૂત ટીમ કઈ? આંકડાઓમાં જુઓ કોનું પલડું ભારે.... 

RCB અને PBKS બંને ટીમો આ વર્ષે 9-9 મેચો જીતીને પ્લેઓફ સુધી પહોંચી 

IPLના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે કુલ 36 વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બંને ટીમોએ 18-18 મેચો જીતી છે

જોકે આ વર્ષના આંકડા જોઈએ તો RCBનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સીઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ જેમાંથી બેમાં RCBની જીત થઈ.

નોંધનીય છે કે RCBના કેપ્ટન રજત પાટીદાર તથા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે IPL પહેલા પણ ફાઈનલ મેચમાં મુકાબલોમાં થઈ ચૂક્યો છે. છ મહિના પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ બંને ખેલાડીઓ કેપ્ટન તરીકે ફાઈનલ મેચમાં સામસામે હતા. રજત પાટીદાર મધ્ય પ્રદેશ તો શ્રેયસ અય્યર મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે સમયે શ્રેયસ અય્યરની ટીમને જીત હાંસલ થઈ હતી.  

પંજાબ કિંગ્સ આ પહેલા ફક્ત એક જ વાર 2014માં IPL ફાઇનલમાં પહોંચી

પંજાબ કિંગ્સ આ પહેલા ફક્ત એક જ વાર 2014માં IPL ફાઇનલમાં પહોંચી હતી. જ્યારે તેઓ કિંગ્સ XI પંજાબ તરીકે જાણીતા હતા અને તેઓ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે હારી ગયા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરે પંજાબ કિંગ્સને ફાઇનલમાં ટિકિટ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શ્રેયસ ત્રણ અલગ અલગ ટીમોને ફાઇનલમાં પહોંચાડનાર પ્રથમ IPL ખેલાડી છે. શ્રેયસે 2020 ની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી અને 2024 માં KKR ને ટાઇટલ સુધી પહોંચાડ્યું હતું.

 
Related News

Icon