
દિલ્હીના દ્વારકા સેક્ટર-૧૩માં આજે સવારે (મંગળવારે) એક ઇમારતમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો ઉતાવળમાં ઇમારત પરથી નીચે કૂદી પડ્યા હતા. ફ્લેટમાં આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આગથી બચવા માટે પિતા અને તેમના બે બાળકોએ બિલ્ડિંગથી કૂદકો મારી દીધો હતો. જે બાદ સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા.
એવું કહેવામાં આવ્યું હતું કે ફાયર બ્રિગેડ ટીમને સવારે લગભગ 10 વાગ્યે MRV સ્કૂલ નજીક એક ઇમારતના સાતમા માળે આગ લાગી હોવાની માહિતી મળી હતી. આગની માહિતી મળતાં, ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. હાલમાં આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
https://twitter.com/ANI/status/1932309083949822376
ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને ફ્લેટમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. જો કે, બિલ્ડિંગના આઠમ માળે એક પિતા અને તેમના બે બાળકો ફસાઈ ગયા હતા. આગથી બચવા માટે ભાઈ-બહેને બાલ્કનીમાંથી કૂદકો મારી દીધો. બાળકોને કૂદતા જોઈ પિતા યશ યાદવે પણ પડતું મૂક્યું. ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા અને તેમને સારવાર માટે IGI હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પરંતુ ડોકટરે ત્રણેયને મૃત જાહેર કર્યા.
https://twitter.com/KapilKumar77025/status/1932314058620887318
બીજી તરફ, DFS અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.