બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલ (મંગળવારે) ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ તમામ મધ્ય પ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા. ડીસાની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધ્યો છે. જેમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નીપજ્યું હોવાથી કુલ મૃત્યુઆંક 22 પર પહોંચ્યો છે. જ્યારે DNA રિપોર્ટ બાદ 2 મૃતદેહની ઓળખ થઈ છે.

