Home / World : Shooting near Jewish museum in US, two Israeli embassy employees killed

અમેરિકામાં યહૂદી સંગ્રહાલય પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા

અમેરિકામાં યહૂદી સંગ્રહાલય પાસે ગોળીબાર, ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા

અમેરિકાના વોશિંગ્ટનમાં ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી છે. ગોળીબારની આ ઘટના એક યહૂદી સંગ્રહાલયની બહાર બની હતી, જ્યાં અમેરિકન યહૂદી સમિતિનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલય નજીક ઇઝરાયેલી દૂતાવાસના બે કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. અમે આની સક્રિય તપાસ કરી રહ્યા છીએ અને જેમ જેમ અમને ખબર પડશે તેમ તેમ વધુ માહિતી શેર કરીશું. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરો. અમે હત્યારાઓને ન્યાયના કઠેડામાં લાવીશું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલાખોરે ગોળીબાર કરતા પહેલા "ફ્રી પેલેસ્ટાઇન" ના નારા લગાવ્યા હતા. હુમલાખોર હાલમાં ફરાર છે. એફબીઆઈનું જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ મામલાની તપાસ કરી રહ્યું છે. ઇઝરાયેલના યુએન રાજદૂત ડેની ડેનને આ ઘટનાને "યહૂદી વિરોધી આતંકવાદનું જઘન્ય કૃત્ય" ગણાવ્યું અને કહ્યું કે તે રાજદ્વારીઓ અને યહૂદી સમુદાય પર હુમલો છે. તેમણે યુએસ અધિકારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ગુના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બંને મૃતક કર્મચારી બંને લવબર્ડ્સ હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા
યહૂદી સંગ્રહાલયની બહાર ઇઝરાયલી દૂતાવાસના બે કર્મચારીઓને નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં બંનેના મોત થયા હતા. બંને લવબર્ડ્સ ટૂંક સમયમાં સગાઈ કરવાના હતા.

અમેરિકામાં ઇઝરાયલના રાજદૂત યેચિએલ લીટરે જણાવ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં કેપિટોલ યહૂદી સંગ્રહાલય નજીક બુધવારે રાત્રે થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા બે કર્મચારીઓ લવબર્ડ્સ હતા. બંને થોડા દિવસોમાં સગાઈ કરવાના હતા. "'ફ્રી પેલેસ્ટાઇન'ના નામે આજે રાત્રે જે આ કપલને ગોળી મારી દેવામાં આવી હતી તે એક યુવાન દંપતી હતું. તેમની ટૂંક સમયમાં સગાઈ થવાની હતી. યુવકે આવતા અઠવાડિયે જેરુસલેમમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાના ઇરાદાથી એક વીંટી ખરીદી હતી." 

Related News

Icon