Home / India : 16 Air India flights diverted London-New York flights returned

એર ઈન્ડિયાની 16 Flights કરવામાં આવી ડાયવર્ટ, લંડન-ન્યૂયોર્ક ફ્લાઈટ્સ પરત ફરી, એરલાઈનની લોકોને ખાસ અપીલ

એર ઈન્ડિયાની 16 Flights કરવામાં આવી ડાયવર્ટ, લંડન-ન્યૂયોર્ક ફ્લાઈટ્સ પરત ફરી, એરલાઈનની લોકોને ખાસ અપીલ

એર ઈન્ડિયાએ આજે ​​અચાનક તેની 16 ફ્લાઈટ્સનું શેડ્યૂલ બદલી નાખ્યું. એર ઈન્ડિયાએ લંડન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને કેનેડા જતી કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરી છે અને કેટલીક ફ્લાઈટ્સને પરત બોલાવી લીધી છે. આ માહિતી એરલાઈન દ્વારા એક ટ્વિટમાં આપવામાં આવી હતી અને ડાયવર્ટ કરેલી અથવા પાછી ખેંચાયેલી ફ્લાઈટ્સની યાદી પણ શેર કરવામાં આવી હતી. એરલાઈને કહ્યું છે કે ઈઝરાયલ અને ઈરાનના હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. તેથી, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી રહી છે અને કેટલીક ફ્લાઈટ્સને જ્યાંથી ઉડાન ભરી હતી ત્યાં પાછી મોકલવામાં આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એર ઈન્ડિયાએ આ ફ્લાઈટ્સનું શેડ્યૂલ બદલ્યું

  1. AI130 – લંડન હીથ્રો-મુંબઈ – વિયેના ડાયવર્ટ કરાઈ
  2. AI102 – ન્યૂયોર્ક-દિલ્હી – શારજાહ ડાયવર્ટ કરાઈ
  3. AI116 – ન્યૂયોર્ક-મુંબઈ – જેદ્દાહ ડાયવર્ટ કરાઈ
  4. AI2018 – લંડન હીથ્રો-દિલ્હી – મુંબઈ ડાયવર્ટ કરાઈ
  5. AI129 – મુંબઈ-લંડન હીથ્રો – મુંબઈ પાછી આવશે
  6. AI119 – મુંબઈ-ન્યૂયોર્ક – મુંબઈ પાછી આવશે
  7. AI103 – દિલ્હી-વોશિંગ્ટન – દિલ્હી પાછી આવશે
  8. AI106 – નેવાર્ક-દિલ્હી – દિલ્હી પાછી આવશે
  9. AI188 – વાનકુવર-દિલ્હી – જેદ્દાહ ડાયવર્ટ કરાઈ
  10. AI101 – દિલ્હી-ન્યૂયોર્ક – ફ્રેન્કફર્ટ/મિલાન ડાયવર્ટ કરાઈ
  11. AI126 – શિકાગો-દિલ્હી – જેદ્દાહ ડાયવર્ટ કરાઈ
  12. AI132 – લંડન હીથ્રો-બેંગલુરુ – શારજાહ ડાયવર્ટ કરાઈ
  13. AI2016 – લંડન હીથ્રો-દિલ્હી – વિયેના ડાયવર્ટ કરાઈ
  14. AI104 – વોશિંગ્ટન-દિલ્હી – વિયેના ડાયવર્ટ કરાઈ
  15. AI190 – ટોરોન્ટો-દિલ્હી – ફ્રેન્કફર્ટ ડાયવર્ટ કરાઈ
  16. AI189 – દિલ્હી-ટોરોન્ટો – દિલ્હી પાછી આવશે

એરલાઈને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી

એર ઈન્ડિયાએ X એકાઉન્ટ પર એક પોસ્ટ લખી. આમાં, એરલાઈને કહ્યું કે તે મુસાફરોને થયેલી અસુવિધા બદલ માફી માંગે છે. પોસ્ટમાં લખ્યું છે, "અમે સમસ્યા ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ, મુસાફરો પાસેથી સહકારની અપેક્ષા છે. જે મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જો ફ્લાઈટ રદ્દ કરવામાં આવે તો રિફંડ આપવામાં આવશે. જે મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને જવા માંગે છે તેમની ફ્લાઈટ્સ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહી છે. મુસાફરોને http://airindia.com/in/en/manage/flight-status.html પર લોગ ઈન કરીને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવે છે."

Related News

Icon