Home / Entertainment : Chitralok: How did Florence make history in Hollywood?

Chitralok: ફ્લોરન્સે હોલિવુડમાં ઈતિહાસ કેવી રીતે રચ્યો?

Chitralok: ફ્લોરન્સે હોલિવુડમાં ઈતિહાસ કેવી રીતે રચ્યો?

- ફ્લોરેન્સનું કમિટમેન્ટ કમાલનું હોય છે. સાયકોલોજીકલ હોરર 'મિડસોમર'માં પોતાના બ્રેકઆઉટ પરફોર્મન્સ પછી ફ્લોરેન્સ સતત ભાવનાત્મક અને શારીરિક ક્ષમતાની સીમાઓ વિસ્તારી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કલા પ્રત્યે પોતાની અમિટ પ્રતિબદ્ધતા અને સ્ક્રીન પર ભાવનાત્મક ઊંડાણ દર્શાવવા માટે  પ્રસિદ્ધ બ્રિટિશ અભિનેત્રી ફ્લોરેન્સ પઘ ફરી એકવાર હેડલાઈન્સમાં ચમકી રહી છે. પણ આ વખતે પોતાના પરફોર્મન્સ ઉપરાંત એક નવી રાહ કંડારવા માટે તે સમાચારોમાં ઝળકી છે. મારવેલની ફિલ્મ 'થંડરબોલ્ટ્સ'માં તેની તાજેતરની હાજરી સાથે ફ્લોરેન્સે પ્રતિષ્ઠિત ગીનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવીને સિનેમેટીક ઈતિહાસમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.

આ ફિલ્મમાં ફ્લોરેન્સે ચાહકોની મનપસંદ યેલેના બેલોવાની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મએ ફ્લોરેન્સને મારવેલ સિનેમેટીક યુનિવર્સમાં અગ્રણી હસ્તી તરીકે સ્થાપિત કરી છે. યેલેના બેલોવા એક વ્યંગાત્મક, તિક્ષણ બુદ્ધિશાળી હત્યારી છે જેને સર્વ પ્રથમ બ્લેક વિડોમાં દર્શાવવામાં આવી હતી. જોકે થંડરબોલ્ટ્સ કોઈ સાધારણ સીક્વલ નથી. આ એક્શનથી ભરપૂર ફિલ્મ એન્ટી હિરોના રોમાંચક જૂથ સાથેના એમસીયુના કથાનકને વિસ્તારવા ઉપરાંત જોખમી અને દિલધડક સ્ટન્ટ દ્વારા પઘની શારીરિક ક્ષમતા પણ દર્શાવે છે.

ફિલ્મના  એક સ્ટન્ટમાં પઘએ વધુ પડતી ઊંચાઈએથી કૂદકો મારવો પડયો હતો. આમ કરીને આ શૈલીમાં અગાઉ કરાયેલા પ્રયાસની સીમાઓ વિસ્તારવામાં આવી છે.  

પોતાના રોલ માટે ફ્લોરેન્સની પ્રતિબદ્ધતા સામે ક્યારે પણ સવાલ નથી ઉઠયા. ૨૦૧૯માં સાયકોલોજીકલ હોરર મિડસોમરમાં પોતાના બ્રેકઆઉટ પરફોર્મન્સ પછી ફ્લોરેન્સ સતત ભાવનાત્મક અને શારીરિક ક્ષમતાની સીમાઓ વિસ્તારી રહી છે. આ ફિલ્મમાં તેણે શોકમગ્ન દાનીનું પાત્ર ભજવવા પડદા પર અદ્વિતીય ભાવનાત્મક ચિત્રણ કર્યું હતું.

ફ્લોરેન્સે એ સમયે જણાવ્યું હતું કે ફિલ્મના સૌથી ડરામણા દ્રશ્ય માટે તીવ્ર દુ:ખની ભાવના ઉપજાવવા તેણે કોફિનમાં પોતાના પરિવારના સભ્ય હોવાની કલ્પના કરી હતી. પ્રતિબદ્ધતાના આ સ્તરે તેના ભાવનાત્મક હાનિ પહોંચાડી પણ રચનાત્મક સંતોષ આપ્યો હતો.

પઘનું પરિવર્તન માત્ર લાગણીઓ સુધી સીમિત નથી રહ્યું, તે શારીરિક પણ હતું. રોમેન્ટિક ડ્રામા 'વી લિવ ઈન ટાઈમ'માં ફ્લોરેન્સના પાત્રને ઓવેરિયન કેન્સરનું નિદાન થાય છે. ભૂમિકામાં વાસ્તવિકતા લાવવા ફ્લોરેન્સે પોતાના વાળ કપાવી નાખ્યા. ફ્લોરેન્સ આ ભૂમિકા યાદ કરતા કહે છે કે મારા પાત્ર માટે હું શક્ય એટલી શારીરિક વાસ્તવિકતા લાવવાનો પ્રયાસ કરું છું. 

માત્ર ૨૪ વર્ષની વયે એકેડમી એવોર્ડ નામાંકન સહિત અનેક સિદ્ધિઓ વચ્ચે ફ્લોરેન્સ પોતાના અભિગમનું પુનર્મૂલ્યાંકન કરી રહી છે. વર્ષોના સતત કાર્ય, એક પ્રોજેક્ટમાંથી બીજા પ્રોજેક્ટમાં સામેલ થવાથી તેને હાનિ જરૂર પહોંચી છે. એક નિખાલસ ખુલાસામાં ફ્લોરેન્સ કબૂલ કરે છે કે આમ કરવાથી તે જન્મદિવસથી લઈને ખાણીપીણી જેવા જીવનના અનેક પ્રસંગો ચૂકી ગઈ છે. પણ હવે પઘ પોતાના જીવનમાં સંતુલન લાવવા માગે છે. 

 

Related News

Icon