કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, ‘માર્ક કાર્નીનો મને ફોન આવ્યો અને તેમણે જી7 સંમેલન માટે આમંત્રણ આપ્યું છે. અગાઉ એવી અટકળો હતી કે, બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હોવાથી બારત જી7 સંમેલનમાં જોવા નહીં મળે. આ વખતે કેનેડા જી7ની મેજબાની કરી રહ્યું છે.

