વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં 9 જુલાઈ 2025ના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા હતા. બ્રિજ દુર્ઘટનાને લઈને પોલીસ અને સરકાર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ત્યારે હવે બ્રિજ દુર્ઘટના બાદ મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે, મુજપુર પાસે મહી નદી પર નવો બ્રિજ બનશે. નવા ટુ લેન હાઈલેવલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 212 કરોડ મંજૂર કરાયા છે. દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરાશે. 18 મહિનામાં પૂલ નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયાનો તાબડતોડ આરંભ કરાયો છે.

