Home / Gujarat / Amreli : Congress leader Veerji Thummar wrote a letter to the state Chief Secretary

  Amreli news: કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી આવી માંગ કરી

  Amreli news: કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખી આવી માંગ કરી

Amreli news: અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરનો રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને મહીસાગરપુલ દુર્ઘટના, બોટ દુર્ઘટના સહિતની અનેક દુર્ઘંટનાઓમાં અનેક લોકોએ જીવગુમાવ્યા ત્યારે સરકારની જવાબદારી સામે સવાલો ઉઠાવ્યા હતા. અધિકારીઓ પર  માનવ વધનો ગુન્હો નોંધવા માંગ કરી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે ગુજરાતના મુખ્ય સચિવને રાજ્ય છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે બેદરકારીથી થઈ રહેલા કિસ્સાઓ જેવા કે હરણી બોટ દુર્ઘટના, તક્ષશિલા કાંડ, રાજકોટ ગેમઝોન કાંડ, મહીસાગર બ્રિજ દુર્ઘટના, બિસ્માર રોડ-રસ્તાઓને થતા અકસ્માત બાદ સરકારની બેદરકારી અને સરકારી તંત્ર સામે ગુનો નોંધવા અને કાર્યવાહી કરવા પત્ર લખ્યો હતો. રાજ્યના બિસ્માર રસ્તાને કારણે કોઈ અકસ્માત કે જીવ ગુમાવે તો કોન્ટ્રાકટર સામે માનવ મૃત્યુનો કેસ નોંધવા આ પત્રમાં માંગ કરાઈ હતી.

વલસાડ કલેક્ટરના જાહેરનામાની ગુજરાતભરમાં અમલી કરવા માંગ માત્ર કોન્ટ્રાક્ટ જ કેમ સાઇડ સુપરવાઈઝરથી લઈને માર્ગ-મકાન વિભાગના મંત્રી સુધીના લોકો સામે ગુન્હો નોંધવા માંગ કરી હતી. આ ઉપરાંત પત્રમાં રાજ્યના મુખ્ય સચિવ દ્વારા એકપણ પ્રશ્નનો જવાબ ન આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

Related News

Icon