
ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ આજે જ સવારમાં રાજકોટમાં સીટી બસ ચાલકે રસ્તા પર 6 લોકોને અડફેટે લીધા હતા જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા એવામાં કચ્છમાંથી પણ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં એક વિદ્યાર્થિનીનું કરુણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, કચ્છ જિલ્લામાં ગાંધીધામના ટાગોર રોડ ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. યુવતી એક્ટિવા પેટ્રેલ ભરાવીને પેટ્રોલપંપમાંથી બહાર નીકળીને રસ્તો ક્રોસ કરી રહી હતી એવામાં એસ.ટીની વોલ્વો બસ રસ્તા પર પુરપાટ ઝડપે આવતા યુવતી અડફેટે આવી ગઈ હતી. જેેને કારણે એસ.ટી. વોલ્વો બસ, એક્ટીવા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રસ્તા પર લોકોના ટોળાં એકત્રિત થયા હતા. એક વિદ્યાર્થિની તથા એક યુવકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.