ગુજરાતભરમાં ઠેર ઠેર અનેક વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. એવામાં ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આખરે સરકાર દ્વારા કાયદાનો કોરડો વિંઝવામાં આવ્યો છે. છેલ્લા ૧૬ દિવસથી ચાલતા આંદોલનને કચડી નાખવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ આ મામલે પોલીસે આંદોલનની આગેવાની લેનાર દસ આગેવાનોના નામજોગ સહિત આંદોલનમાં ભાગ લઇ રહેલા વ્યાયામ શિક્ષકો સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે.

