
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી ડ્રગ્સ સાથે સંખ્યાબંધ લોકો ઝડપાતા રહે છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા છે. રાજ્યના વિવિધ શહેરોમાંથી પણ અગાઉ ડ્રગ્સ ઝડપાયું છે.
બે શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી
રાજકોટના શાસ્ત્રી મેદાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની SOGની ટીમે ધરપકડ કરી છે.શાસ્ત્રી મેદાનમાંથી 24 કિલો જેટલો ગાંજો મળી આવ્યો છે.
24 કિલો ગાંજા સાથે બ શખ્સો ઝડપાયા
તેમજ કાર્તિક ઉર્ફે ભોલા ગોહિલ અને જીવા ચુડાસમા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે..આ બંને શખ્સો પાસેથી 24 કિલો ગાંજો,બે મોબાઈલ અને એક બાઈક સહિત કુલ બે લાખ 95 હજાર 690નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.