ગુજરાતની જામનગરની હોસ્પિટલ વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગરની જી.જી. હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એક મહિલા કર્મચારી અને અન્ય એક કર્મચારી વચ્ચે મારકૂટની ઘટના સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ છે, જેમાં મહિલા કર્મચારી બેભાન થઈ ગઈ હતી.

