Home / Sports / Hindi : Shubman Gill broke his silence on the fight with Hardik Pandya

IPL 2025 / હાર્દિક પંડ્યા સાથેના ઝઘડા પર શુભમન ગિલે તોડ્યું મૌન, ટ્રોલર્સને આપ્યો જવાબ

IPL 2025 / હાર્દિક પંડ્યા સાથેના ઝઘડા પર શુભમન ગિલે તોડ્યું મૌન, ટ્રોલર્સને આપ્યો જવાબ

30 મેના રોજ, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ IPL 2025ની એલિમિનેટર મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ (GT) ને 20 રનથી હરાવ્યું અને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવ્યું. આ મેચમાં, ટોસ પછી, હાર્દિક પંડ્યા અને શુભમન ગિલે એકબીજા સાથે હાથ નહતા મિલાવ્યા. જે પછી ચર્ચાઓ તેજ થઈ ગઈ કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. જોકે, હવે GTના કેપ્ટને સોશિયલ મીડિયા પર બધું સ્પષ્ટ કરી દીધું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શુભમન ગિલે પોતાનું મૌન તોડ્યું

ટોસ પછી શુભમન ગિલ અને હાર્દિક પંડ્યાએ એકબીજા સાથે હાથ નહતા મિલાવ્યા. હાર્દિકે હાથ મિલાવવા માટે પોતાનો હાથ ગિલ તરફ લંબાવ્યો હતો, પરંતુ ગિલે તેની સાથે હાથ નહતો મિલાવ્યો આ પછી, જ્યારે ગિલ આઉટ થયો, ત્યારે હાર્દિકે તેની પાસેથી દોડીને એગ્રેસિવ રીતે સેલિબ્રેટ કર્યું હતું. પછી એવું લાગતું હતું કે બંને વચ્ચે કંઈક બરાબર નથી. ઇન્ટરનેટ પર અફવાઓ ઉડવા લાગી કે ગિલ અને હાર્દિક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. જોકે, 31 મેના રોજ ગિલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે હાર્દિકનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે, "પ્રેમ સિવાય બીજું કંઈ નથી. ઈન્ટરનેટ પર જોયેલી બધું વસ્તુઓ પર વિશ્વાસ ન કરો." ગિલે આ સ્ટોરી શેર કરીને આ અફવાનો અંત લાવ્યો હતો.

GT બીજું ટાઇટલ ચૂકી

IPL 2025થી GTની સફર એલિમિનેટર મેચ પછી સમાપ્ત થઈ ગઈ. GT એ આ મેચમાં સારું પ્રદર્શન કર્યું. આમ છતાં, ટીમ હારી ગઈ. IPL 2022નું ટાઈટલ જીતનાર GTની ટીમ બીજું ટાઈટલ જીતવાથી ચૂકી ગઈ. પહેલા બેટિંગ કરતા, MI એ આ મેચમાં 228 રન બનાવ્યા, જેના જવાબમાં GT ફક્ત 208 રન જ બનાવી શક્યું. હવે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ MI અને PBKS વચ્ચે રમાશે. મુંબઈ પંજાબને હરાવીને ફાઈનલમાં પહોંચવા માટે નજર રાખશે, જ્યારે પંજાબ પણ પોતાનું પહેલું ટાઇટલ મેળવવા માટે મુંબઈને દરેક કિંમતે હરાવવાનો પ્રયાસ કરશે.

Related News

Icon