
Panchmahal News: પંચમહાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ગોધરામાં મનરેગા યોજનામાં ભષ્ટ્રાચાર મામલે અરજી કરનાર યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી મનરેગા યોજના હેઠળ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ સામે આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જુનીધરી ગામે એક યુવકે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે અરજી કરવામાં આવી હતી. જેમાં સંદીપ માછી નામના માથાભારે શખ્સે કિશન માછી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
ઈજાગ્રસ્ત કિશન માછીને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે કાંકણપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મનરેગા યોજનામાં જુનીધરી ગામે મોટાપાયે પાયે ભષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.