
તાજેતરમાં દિલ્હી ખાતે 'સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા' SGFI, યુથ મિનિસ્ટ્રીના નેજા હેઠળ રમાયેલી 68મી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ખ્વાબ અંતાણીએ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખ્વાબે અન્ડર-17 વયજૂથમાં 3000મી. રોડ રેસ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ખ્વાબે આ રેસ માત્ર 5:39:851ના સમયમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
તદ્ઉપરાંત એપ્રિલ 2025માં રમાયેલી રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ તેમજ એક સિલ્વર મેડલ મેળવ્યો હતો. ખ્વાબ અંતાણી છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્ટેટ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવી ચૂક્યો છે. અમદાવાદમાં કોચ ઈન્દ્રજીત રાજપૂત પાસે તાલીમ લઈ રહેલા ખ્વાબે ગત ડિસેમ્બરમાં મૈસૂર ખાતે રમાયેલી 62મી રાષ્ટ્રીય રોલર સ્કેટિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાત વતી ભાગ લઈ બે સિલ્વર મેડલ મેળવ્યા હતા.
ખ્વાબ 46મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમપિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ તેમજ સ્કુલ ગેમ્સ સ્ટેટ ચેમ્પિયનશીપમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી સ્ટેટ ચેમ્પિયન બન્યો છે. ઉપરાંત સીબીએસઈ બોર્ડ દ્વારા રમાતી સ્પોર્ટ્સ ગેમ્સમાં વેસ્ટ ઝોન લેવલ પર ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે.