ટેક્સટાઈલ શહેર સુરતમાં હવે માત્ર કાપડ જ તૈયાર નથી થતું પરંતુ અવનવી ડિઝાઈન સાથે કપડા પણ તૈયાર થાય છે. ત્યારે રેસીન દ્વારા સુરતમાં તેના પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ના ભવ્ય રીતે શરૂઆત કરવામાં આવી છે. જેનું ઉદઘાટન લાપડા લેડીઝ ફેમ અભિનેત્રી નીતાંશી ગોયલે કર્યું હતું. આધુનિક ડિઝાઇન માટે જાણીતું રેસીન નો નવો ફ્લેગશિપ સ્ટોર તેના વિઝનનું ભૌતિક સંભારણું છે. એક ઇમર્સિવ રિટેલ સ્પેસ જે બ્રાન્ડની ઐતિહાસિક ક્ષણમાં લાવણ્ય, આરામ અને સમકાલીન એથનિક ફેશન ટચને મિશ્રિત કરે છે.

