ગોવિંદા (Govinda) 90ના દાયકાના સુપરસ્ટાર એક્ટર્સમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર સ્ક્રીન પર કઈ ખાસ નથી કરી શક્યો. વર્ષ 2019માં 'રંગીલા રાજા' બાદથી તેની કોઈ ફિલ્મ પણ રિલીઝ નથી થઈ. હવે ગોવિંદાની પત્ની સુનીતા આહૂજાએ પતિના ફીકા પડેલા સ્ટારડમ પર વાત કરી છે.

