Home / India : Grenade attack at BJP leader's residence in Jalandhar, two people arrested

જલંધરમાં BJP નેતાના નિવાસસ્થાને થયો ગ્રેનેડથી હુમલો, વિસ્ફોટ મામલે બે લોકોની ધરપકડ

જલંધરમાં BJP નેતાના નિવાસસ્થાને થયો ગ્રેનેડથી હુમલો, વિસ્ફોટ મામલે બે લોકોની ધરપકડ

પંજાબના જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના નિવાસસ્થાને મોડી રાત્રે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 12 કલાકની અંદર બે લોકોની ધરપકડ કરી છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી હૈપ્પી પાસિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી છે. બીજીતરફ આ હુમલામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું કનેક્શન સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હુમલા પાછળ લૉરેન્સ અને ISIનો હાથ?

મળતા અહેવાલો મુજબ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આતંકી પાસિયા પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. હુમલાની તપાસ કરી રહેલી પોલીસે જે બે લોકોની ધરપડ કરી છે, તેઓ લૉરેન્સ બિશ્નોઈના નજીકના હોવાનો ખુલાસો થયો છે. જ્યારે પાસિયા ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસાનો કમાન્ડર છે. તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે કામ કરી ચુક્યો છે, તેથી એવું માનવું છે કે, હુમલાની ઘટના પાછળ ISIનો હાથ હોઈ શકે છે. આતંકી પાસિયા અગાઉ પણ ગ્રેનેડ હુમલો કરી ચુક્યો છે.

ઈ-રિક્ષામાં આવી હુમલો કરાયો

પોલીસના હાથમાં આવેલા CCTV ફુટેજમાં જોવા મળી રહ્યું છે કે, હુમલાખોર મોડી રાત્રે ઈ-રિક્ષામાં આવ્યો હતો અને તે ગ્રેનેડ ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે ફુટેજના આધારે ઈ-રિક્ષા અને બે શકમંદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.

પોલીસે બે શંકાસ્પદની ધરપકડ કરી

પંજાબ પોલીસે હુમલા કેસમાં તુરંત કાર્યવાહી કરીને 12 કલાકની અંદર બે શકમંદોની ધરપકડ કરી છે. ગ્રેનેડ હુમલો કરનારો મુખ્ય આરોપી પોલીસના સકંજમાં છે. પોલીસે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈ-રિક્ષા પણ જપ્ત કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આખી ઘટનાનો માસ્ટરમાઈન્ડ જીશાન અખ્તર જોકિ લૉરેન્સનો નજીકનો સાથી છે. જીશાન બાબા સિદ્દીકી મર્ડર કેસમાં પણ વોન્ટેડ છે. જોકે આ મામલે પોલીસનું કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એવું કહેવાય છે કે, પોલીસે CCTV ફુટેજ ખંગાળતા કેટલાક પુરાવા હાથ લાગ્યા છે, ત્યારબાદ પોલીસે બે શંકાસ્પદની ધરપકડ કરી છે.

 

Related News

Icon