Home / Sports / Hindi : Narendra Modi stadium pitch report for GT vs LSG match

GT vs LSG / બેટ્સમેનને થશે ફાયદો કે બોલરનો રહેશે દબદબો? જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

GT vs LSG / બેટ્સમેનને થશે ફાયદો કે બોલરનો રહેશે દબદબો? જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

IPL 2025ની 64મી મેચ ગુજરાત ટાઈટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. આ મેચ GTના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. LSG માટે આ મેચનું બહુ મહત્ત્વ નહીં હોય કારણ કે તેની ટીમ પહેલાથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ, GTની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે અને તે હાલમાં 18 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે અને આ મેચ જીતીને નંબર 1 પર રહેવા માંગે છે. ચાલો તમને જણાવી દઈએ કે આ મેચ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ કેવી હોઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પિચ રિપોર્ટ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ છે. જોકે, અહીં પિચ પર બોલરને પણ થોડી મદદ મળે છે. ઈનિંગની શરૂઆતમાં બોલરને થોડી મદદ મળે છે અને જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનરની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બનતી જાય છે. જોકે, અમદાવાદમાં વિવિધ પ્રકારની પિચો ઉપલબ્ધ છે, જેમાં કાળી માટી, લાલ માટી અને બંનેના મિશ્રણવળી પિચ શામેલ છે. આ મેદાન પર બીજી ઈનિંગમાં ઝાકળ પડવાની શક્યતા છે અને જો આવું થાય તો ટોસની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. અત્યાર સુધી, આ સ્ટેડિયમમાં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમને વધુ સફળતા મળી છે, તેથી જે પણ કેપ્ટન ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવા માંગશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLના આંકડા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 40 IPL મેચ રમાઈ ચૂકી છે. આ મેદાન પર પહેલા બેટિંગ કરતી ટીમોએ 19 મેચ જીતી છે જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમોએ 21 મેચ જીતી છે. એટલું જ નહીં, ટોસ જીતનારી ટીમોએ 18 મેચ જીતી છે અને હારનારી ટીમોએ 22 મેચ જીતી છે. આ મેદાન પર હાઈએસ્ટ સ્કોર 243/5 છે, આ સ્કોર પંજાબ કિંગ્સ (PBKS) ટીમે ગુજરાત ટાઈટન્સ (GT) સામે બનાવ્યો હતો અને લોએસ્ટ સ્કોર બનાવવાનો રેકોર્ડ GTના નામે છે. 2024માં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચમાં, GTની ટીમ 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

GT: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અરશદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, કુસલ મેન્ડિસ.

LSG: રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરામ, આર્યન જુયલ, આયુષ બદોની, અબ્દુલ સમદ, રવિ બિશ્નોઈ, આકાશદીપ, આવેશ ખાન, શાહબાદ નદીમ, વિલ ઓ'રોર્કે.

Related News

Icon