શુભમન ગિલ (Shubman Gill) ની કેપ્ટનશિપ હેઠળ, ગુજરાત ટાઈટન્સ (GT) ની ટીમે IPL 2025 સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે 10માંથી 7 મેચ જીતી છે અને તેની પાસે પ્લેઓફમાં પહોંચવાની સંપૂર્ણ અપેક્ષા રાખી શકાય છે. 2 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં GTની ટીમે 38 રનથી જીત મેળવી હતી, પરંતુ આ મેચમાં GTની જીત કરતાં વધુ ચર્ચા તેના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) ની છે, અમ્પાયરના નિર્ણયને કારણે મેચમાં બે વાર ભડક્યો હતો. આ અંગે ગિલે મેચ પછી પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા.

