ગુજરાત ટાઈટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે IPL 2025ની એલિમિનેટર મેચ આજે (30 મે) ન્યુ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત GTની ટીમે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ લીગ સ્ટેજની છેલ્લી કેટલીક મેચોમાં ટીમની હારને કારણે તેને ટોપ-2માં સ્થાન ન મળ્યું. બીજી તરફ, જો MIની ટીમની વાત કરીએ, તો આ સિઝનની શરૂઆત તેના માટે બિલકુલ સારી નહતી રહી, પરંતુ તે પછી તેણે શાનદાર વાપસી કરી અને લીગ સ્ટેજના અંતે ચોથા સ્થાને રહી. હવે બધાની નજર GT અને MI વચ્ચેની એલિમિનેટર મેચ પર છે.

