
દાહોદના ફતેપુરામાં પ્રેમ સંબંધમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવતા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. વિધવા ભાભીને તેનો પ્રેમી મળવા આવતા દિયર દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. જેને કારણે ભાભીના પ્રેમીએ ચપ્પા વડે તેના દિયરની હત્યા કરી નાખી હતી.
ફતેપુરા તાલુકાના મોટા બોરીદા ગામે હત્યાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. વિધવા ભાભીને તેનો પ્રેમી ઘરમાં મળવા આવતા દિયરે તેને ઠપકો આપ્યો હતો. આ ઘટનાની દાજ રાખીને વિધવા મંજુલાબેનને મળવા આવેલા પ્રેમી સંજયે ચપ્પા વડે દિયર આશિષ ભાભોરની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે સુખસર પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.