
ખેડાના નડિયાદમાં રાજ્ય પોલીસ મહાનિર્દેશકની માસિક ક્રાઇમ કોન્ફરન્સનું સમાપન થયું. જેમાં ગુજરાત રાજ્યની વર્તમાન એપ્રિલ 2025ની સ્થિતિની સમીક્ષા કરી હતી. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ થકી 25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ નાગરિકોને અર્પણ કરાયો હતો.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડ મામલો ગુજરાત પોલીસ દ્વારા 13.5 કરોડ સાયબર ક્રાઇમ ફસાયેલાં નાગરિકોને પાછા અપાવ્યા તેમજ 64 એફ.આઈ.આરમાં 100ની અટકાયત કરવામાં આવી છે. 100 દિવસમાં અસામાજિક તત્વો પૈકી 7,157ની ઓળખ અત્યારે મારી પાસે છે.
અસમાજિક તત્વોના 373 ગેકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે. 1046 ગુંડા તત્વોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નખાયા છે. 4500 અસમાજિક તત્વોને પાસા અને 2000 તડીપાર કરાયા છે. ગુજરાત પોલીસ દરેક જિલ્લામાં અસરકારક કામગીરી કરી રહી છે.
ક્રાઈમ ફોર ગેઇન કરતાં ગુનેગારોની ઓળખ કરી બેંક ડિટેઈલ્સ મેળવવાની સૂચના તમામ અધિકારીઓને આપી છે. ગુજરાત પોલીસ ખાસ ઝુંબેશ ગેર કાયદેસર બાંગ્લાદેશી શંકાસ્પદ 6500 ડિટેઇન કરાયા છે. અમદાવાદ 890, સુરત,130 ભરૂચ સહીત રાજ્ય માં પણ ડિટેઇન કરાયા છે.