
Gujarat Weather Forecast: રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી પવન અને વાદળ સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેથી હવામાન વિભાગે આજથી 8 જૂન સુધી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસશે તેવો વર્તારો દર્શાવો છે. આજે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ ખાબકશે તેવી હવામાને ચેતવણી આપી છે.
મળતી વિગતો અનુસાર, મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસું સત્તાવાર રીતે ઘમરોળી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ચોમાસા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આમછતાં હવામાન વિભાગે 8 જૂન સુધી સમગ્ર રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ થશે તેવી આગાહી ઉચ્ચારી છે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી છે. આટલું ઓછું હોય તેમ આઈપીએલ મેચના દર્શકોને આઘાત લાગે તેવા અહેવાલ પણ છે. જેમાં IPL ફાઈનલમાં વરસાદ વિઘ્ન બની શકે છે.
અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડશે. તેમજ હવામાન વિભાગે અમદાવાદમાં આવતીકાલે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ, મહેસાણા,અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,નવસારી, ડાંગ,વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની
આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.