
Ahmedabad News: અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં બાળકનું સારવાર દરમિયાન મોત થવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના બાળકનું મોત થતાં સગાઓએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, જ્યાં 11 દિવસના બાળકને ભાવનગરથી સારવાર માટે અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત થતા બાળકના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. બાળકને લીવરમાં ગાંઠ હોવાથી તેની સારવાર માટે હોસ્પિટલ લવાયું હતું. જો કે, બાળકના ઓપરેશન બાદ તબિયત લથડી હતી.
બાળકના સગાઓએ આક્ષેપ લગાવતાં જણાવ્યું કે, તબિયત લથડતા હોસ્પિટલ્સના સ્ટાફે ડોક્ટરની જાણ કરી હતી. જ્યાં ડોક્ટરે બાળકની સારવાર માટે 30 મિનિટ મોડા આવ્યા હોવાનું કહ્યું હતું. બાળકની ગઈકાલે તબિયત લથડતા ડોક્ટર સમયસર ન આવ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
નર્સે કહ્યું કે, બાળકને બ્લીડિંગ થયું છે જયારે ડોક્ટરે કહ્યું હાર્ટફેલિયર થયું છે. તેમજ ડોક્ટરે સારવાર માટે અલગ અલગ 2.5 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનો પણ સગાઓએ આક્ષેપ લગાવ્યો હતો. આ સાથે બાળકના સગા દ્વારા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.