
ગુજરાતભરમાંથી નકલી ઘી અને પનીર સહિતની અનેક ખાદ્યસામગ્રીઓ સામે આવી રહી છે. ગુજરાતના ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા આ પ્રકારની શંકાસ્પદ નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતા સ્થાનો પર સતત રેડ પાડવામાં આવી રહી છે. પનીર ખાતા પહેલા સાવધાન થઈ જજો, અમદાવાદ શહેરમાંથી ફરી વખત નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં નામ વગરની દુકાનમાંથી પનીર વેચવામાં આવતું હતું. આ પનીરને મહેસાણા અને રાજસ્થાનથી લાવવામાં આવતું હતું.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાંથી ડુપ્લીકેટ પનીર પકડાયું છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલ અને ઠક્કર નગર વિસ્તારમાંથી ડુપ્લીકેટ પનીર પકડાયું છે. અધિકારીઓ દ્વારા પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. કુલ ૨૬૩ કિલો પનીરનો જથ્થો પકડાયો છે. આ પ્રકારનું પનીર શહેરભરની હોટલ અને રેસ્ટોરેન્ટમાં ખુલ્લેઆમ વેચવામાં આવતું હતું. જણાવી દઈએ કે, આ પહેલા પણ શહેરમાં બાપુનગર, જશોદાનગર સહિતના અનેક સ્થળો પરથી આ પ્રકારનું પનીર ઝડપાયું હતું.