Home / Gujarat / Ahmedabad : Ahmedabad: Court sentences father who raped 11-year-old daughter

અમદાવાદ: 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ બાપને કોર્ટે ફટકારી સજા, અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

અમદાવાદ: 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમ બાપને કોર્ટે ફટકારી સજા, અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

અમદાવાદના વસ્ત્રાલમાં પોતાની 11 વર્ષની સગીર પુત્રીને દુષ્કર્મનો શિકાર બનાવનાર નરાધમ સાવકા બાપને અંતિમ શ્વાલ સુધી કેદની આકરી સજા ફટકારતો ચુકાદો કર્યો છે. પોક્સો સ્પેશ્યલ જજે ચુકાદામાં સંવેજનશીલ અને માર્મિક અવલોકન કરતાં જણાવ્યું કે ભોગબનનાર કિશોરી બે વર્ષની હતી ત્યારથી તે આરોપી સાથે રહે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સાવકા બાપે 11વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ

આટલી નાનીવયની બાળકી પર પિતા તુલ્ય ભાવ જ આવવો જોઈએ. પિતા પર દીકરીના રક્ષણ અને ભવિષ્યની જવાબદારી રહેલ છે તે નિભાવવાના સ્થાને ભોગ બનનાર બાળકી તથા દીકરો ઘેર એકલા છે, તેવું જાણતા હોવા છતાં આરોપી સાવકા પિતાએ દારૂપીને આવીને વાસના ભરી દૃષ્ટિએ બાળકીને શિકાર બનાવી હતી. ફરિયાદીએ દીકરીના પિતા તરીકે મૂકેલ વિશ્વાસ અને ભરોસાનો આરોપીએ ગેરલાભ ઉઠાવીને ગુનો આચર્યો હતો. આમ ગુનાની ગંભીરતા ધ્યાને લઈને અને સમાજનું હિત જોઈને આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારવી ન્યાયના હિતમાં જરૂરી છે.

દારૂ પીને ઘરે આવીને દીકરી પર જ નજર બગાડી

સરકારી વકીલે આરોપીને સખ્તમાં સખ્ત સજા ફટકારવાની દલીલો કરતાં જણાવ્યું હતું કે આરોપીના ફરિયાદી માતા સાથે બીજા લગ્ન હતા અને ફરિયાદીના પણ આ બીજા લગ્ન હતા. જોકે ફરિયાદીની પહેલા લગ્નથી થયેલી પુત્રી તેમની સાથે રહેતી હતી.

આરોપીનો ગુનો ખૂબજ ગંભીર, સમાજ વિરોધી અને અત્યંત ઘૃણાસ્પદ

આરોપી 11-11-2019ના રોજ દારૂપીને ઘરે આવ્યો હતો, ત્યારે પોતાની સગીર પુત્રી પર જ નજર બગાડી હતી, અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીએ તેની માતાને બીજા દિવસે જાણ કરી હતી. ફરિયાદી માતાએ પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે જજમેન્ટ આપચા જણાવ્યું કે આરોપીનો ગુનો ખૂબજ ગંભીર, સમાજ વિરોધી અને અત્યંત ઘૃણાસ્પદ છે. 

Related News

Icon