Home / India : A teacher raped a four-year-old innocent girl in school.

ચાર વર્ષની માસૂમ બાળકી સાથે શાળામાં જ શિક્ષકે આચર્યું દુષ્કર્મ, જાણો કયા બની આ ઘટના

ચાર વર્ષની માસૂમ બાળકી સાથે શાળામાં જ શિક્ષકે આચર્યું દુષ્કર્મ, જાણો કયા બની આ ઘટના

ઉત્તરપ્રદેશના કાનપુરથી એક શરમજનક ઘટના સામે આવી છે. ગુર-શિષ્યના સંબંધોને લજવતાં એક મ્યુઝિક ટીચરે 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી હતી. હેવાન બની ગયેલા શિક્ષકે સતત 7 દિવસ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પીડિત બાળકીએ ઘરે નહાતી વખતે પ્રાઇવેટ પાર્ટમાં દુઃખાવાની ફરિયાદ કરી તો તેના માતા-પિતાને ઘટનાનો ખ્યાલ આવ્યો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઘટનાનો ખુલાસો કેવી રીતે થયો? 

હાલ પોલીસે આ મામલે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરીને તેને જેલભેગો કરી દીધો છે. કાનપુરના નૌબસ્તામાં રહેતી પીડિત બાળકી એક જાણીતી સ્કૂલમાં એલ.કે.જી.માં અભ્યાસ કરે છે. પીડિતાએ જણાવ્યું કે 26 જાન્યુઆરીએ તેની મમ્મી જ્યારે તેને સ્નાન કરાવી રહી હતી ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાં ભારે દુઃખાવો થયો. તેની મમ્મીને લાગ્યું કે કોઈ ઈન્ફેક્શન હશે જોકે પછી જાણકારી મળી કે તેની સાથે કંઇક ખોટું થયું છે.  

બાળકીના પરિજનોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો 

બાળકીના કાકાએ આ ઘટના વિશે જણાવ્યું કે પીડિતાએ ઘરે પૂછપરછમાં જણાવ્યું કે સ્કૂલમાં મ્યુઝિક ટીચર અનુપમ પાંડે તેની સાથે કુકર્મ કરી રહ્યો છે. તેના કારણે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી પણ આવી રહ્યું હતું. તમામ ઘટના સમજાયા બાદ પરિજનોએ આરોપી અનુપમ પાંડેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ હવે આ મામલે ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને કડકમાં કડક સજા અપાવવાનો પ્રયાસ કરશે. 

 

Related News

Icon