
અમદાવાદના શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ખોખરા વિસ્તારમાં વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ છે અને વિદ્યાર્થિનીને તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. હાલ મામલે પોલીસે આરોપી શિક્ષક ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, ખોખરા વિસ્તારમાં આવેલી પ્રોગ્રેસીવ એજ્યુકેશન સ્કૂલના જિગ્નેશ ગોહિલ નામના શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત દુષ્કર્મ આચરીને વિદ્યાર્થિની અશ્લિલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે, આ સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પ્રોગ્રેસીવ એજ્યુકેશન નામે સ્પોકન ઇંગલિશના સંચાલક જીગ્નેશ ગોહિલએ બળાત્કાર કર્યો હતો. સ્પોકન ઈંગ્લીશના ક્લાસ દરમિયાન વિદ્યાર્થીની અને શિક્ષક વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. શિક્ષકે વિદ્યાર્થિનીને લોભાવી- લલચાવી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેના વિડિયો અને ફોટો ઉતારી લીધા હતા. જે બાદ વારંવાર ધમકી આપીને દુષ્કર્મ આચરતો હતો.
જો કે, હાલ ખોખરા પોલીસે આરોપી જિગ્નેશ ગોહિલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અગાઉ પણ કોઈ વિદ્યાર્થિની સાથે આવું કૃત્ય કર્યુ નથી ને તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે.