Home / India : Woman raped in front of children, then attacked with acid

બાળકો સામે જ મહિલા પર આચર્યું દુષ્કર્મ, પછી કર્યો એસિડ એટેક: પાડોશીએ વટાવી બર્બરતાની હદ 

બાળકો સામે જ મહિલા પર આચર્યું દુષ્કર્મ, પછી કર્યો એસિડ એટેક: પાડોશીએ વટાવી બર્બરતાની હદ 

વિસ્તારમાં એક મહિલા પર બર્બરતાનો મામલો સામે આવ્યો છે. એક 28 વર્ષીય યુવાને  પાડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને પહેલા બે બાળકોની સામે 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી તેના પર એસિડ રેડીને મહિલાને સળગાવી દીધી હતી. પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના 22મી જાન્યુઆરીના રોજ બની હતી અને આરોપીની શોધ ચાલી રહી છે. આરોપી વ્યવસાયે ડ્રાઈવર હોવાનું કહેવાય છે. મહિલાને સારવાર માટે સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (SMCH) દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, મહિલાનો મોટો દીકરો 6 વર્ષનો છે, જેણે તેની માતા સાથે કરવામાં આવેલી ક્રૂરતાનો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર, આ કેસ 23મી જાન્યુઆરીએ નોંધવામાં આવ્યો હતો. ઘટના સમયે પીડિતાનો પતિ ઘરે નહોતો. મહિલાના પતિના જણાવ્યા મુજબ, આરોપી તેના ઘરમાં ઘૂસી ગયો અને બે બાળકોની સામે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી, આરોપીએ પત્ની પર એસિડ રેડ્યું અને તેને સળગાવી દીધી. બાળકો હજુ પણ ડરેલા છે. આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

આરોપીએ મહિલાને ધમકી આપી હતી

21મી જાન્યુઆરીની સાંજે મહિલાનો પતિ ઘરની બહાર ગયો હતો. તેમની ગેરહાજરીનો લાભ લઈને આરોપી ઘરમાં ઘૂસી ગયો. 22મી જાન્યુઆરીએ જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેની પત્ની જમીન પર પડેલી હતી. તેના હાથ અને પગ બાંધેલા હતા. શરીર પર એસિડથી સળગાવવાના નિશાન હતા. તે કોઈક રીતે તેની પત્નીને સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાંથી તેને સિલચર મેડિકલ કોલેજ રિફર કરવામાં આવી. આ પછી આ મામલો પોલીસને જાણ કરવામાં આવ્યો.

પોલીસે 23મી જાન્યુઆરીએ ધોલાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. ધોલાઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જોનપન બેના જણાવ્યા અનુસાર, આરોપી ફરાર છે અને તેની શોધ ચાલુ છે. હાલમાં પીડિતા નિવેદન આપવાની સ્થિતિમાં નથી. SMCH તરફથી રિપોર્ટ મળ્યા પછી કેસમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. પીડિતાના પતિના જણાવ્યા મુજબ, આરોપીએ ભૂતકાળમાં પણ ઘણી મહિલાઓનું શોષણ કર્યું છે. 

 

Related News

Icon