
રાજ્યમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અમદાવાદ ખાતે ખાસ (દિવ્યાંગ ખેલાડીઓ) માટેની ક્રિકેટ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાએ ખાસ દિવ્યાંગ ખેલાડીઓ માટે આ મેચોનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે 16-4-2025થી 18-4-2025 સુધી ત્રણ દિવસ વિવિધ મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ 3.0માં દિવ્યાંગ ખેલાડીઓ ખાસ ભાગ લીધો હતો.
29 જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો
જેમાં 29 જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે અમદાવાદની ટીમ ( ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ધ ડિસેબલ્સ) દ્રિતીય વિજેતા વડોદરાની ટીમ ( સોસાયટી ફોર ધ ફિઝીકલી હેન્ડીકેપ) ત્રીજા સ્થાન પર ભાવનગરની ટીમ ( પેરા સ્પોર્ટ્સ એસોસિઓશન ભાવનગર) આવી હતી. અમદાવાદની ટીમના કેપ્ટન સરફરાઝ પઠાણ સહિતાન ખેલાડીઓએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી.
વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા
વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી મેડલ્સ અને ટ્રેક શૂટ એનાયત કરવામાં આવલ્યા હતા. ક્રિકેટની આ સ્પર્ધા અમદાવાદના વસ્ત્રાલ પાસેના સ્પોર્ટ્સ ઓથોરીટીના મેદાનમાં મેચ રમવામાંઆવી હતી.