
અમદાવાદ શહેરમાં હવે રખડતા પશુઓ અને શ્વાનોને લઈ એએમસીની એક નવી પહેલ સામે આવી છે. જેમાં પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓને AI ટેગ લગાવવામાં આવશે. રખડતા પશુઓનાં આરોગ્યને લઈ એએમસીએ એક ઉમદા પહેલ શરૂ કરી છે.
આયુષ્માન કાઉફિટ સિસ્ટમ હેઠળ પશુઓને સ્માર્ટ નેકબેલ્ટ લગાવવામાં આવ્યા છે. એઆઈ ટેગથી પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓનું 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવશે. અમૂલ અને બનાસ ડેરી પશુ આરોગ્ય માટે આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. જેના આધારે એએમસી એ પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.