
Ahmedabad News: ગુજરાતમાંથી ઠેર ઠેર આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં ફરી અમદાવાદમાંથી આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સરકારી ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા એક કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નવરંગપુરા ખાતે આવેલી સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલય સરકારી ઓફિસમાં કર્મચારીએ આહત્મત્યા કરી છે.
મળતી માહિતી પ્રમાણે, રોહિત ગોહિલ નામના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ બોસના ત્રાસથી આપઘાત કર્યો છે. યુવકે ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. રોહિત ગોહિલે તેમના બોસના કારણે સુસાઇડ કર્યું હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે. હાલ પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે. મૃત્યુ પામનાર યુવકના પરિવારજનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.