
Ahmedabad News: નારણપુરા અમીકુંજ ચાર રસ્તા થયેલ અક્સ્માતનો મામલે બે દિવસની તપાસ બાદ આખરે આરોપી ઝડપાયો છે. આરોપી સમર્થ અગ્રવાલ ક્રિએટા ગાડી ઘટના સમયે ચલાવતો હતો. ટ્રાફિક દ્વારા મોટી સંખ્યામાં CCTV તપાસ કર્યા બાદ આખરે પરિણામ મળ્યું છે. ગાડી ખરેખર સમર્થ ચલાવતો હતો તેના પુરાવા જરૂરી હતા. ગાડીની સ્પીડ અંગે FSTમાં તપાસ માટે મોકલાશે.
સમર્થ સોસાયટીમાંથી પડોશીની દીકરી લઈને કોઈ કામ માટે બહાર જતો હતો. સમર્થ સામેથી પોલીસ સ્ટેશન આવ્યો પરંતુ પુરાવા ન હોવા કારણે પકડવામાં મોડું થયું હતું. સમર્થ ગાડી ચલાવતો હતો કે કેમ તેની શંકા ના કારણે સમય લાગ્યો હતો. ઘટના સ્થળ, કોર્પોરેશન, નિર્ભયા, કંટ્રોલ રૂમ બધી જ જગ્યાના કેમેરા તપાસવામાં આવ્યા હતા. આલ્કોહોલ ટેસ્ટ કરવા મોકલાવેલ છે પરિણામ જે આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી થશે.
સમર્થ અક્સ્માત બાદ પોતાના પરિવાર સાથે તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સમર્થ ગાડી ચલાવતો હતો તેના પુરાવા સોસાયટીના સીસીટીવીમાં મળ્યા હતા. તેના સ્નેપચેટમાં મિત્રોને સ્ટેરીંગ પરનો વીડિયો મોકલાવ્યો હતો જેમાં તેનો હાથ અને હાથ પરની લક્કી દેખાતી હતી.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદમાં નારણપુરા પોસ્ટ ઓફિસ નજીક અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકે બાઈક પર સવાર 2 યુવકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અક્સ્માત બાદ ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં ભોગ બનનાર બંને યુવાનો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હતા. ગીર સોમનાથના આર્યન બારડ અને બ્રિજેશ ડોડીયા બાઇક પર સવાર હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક યુવકને 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયો હતો.