Home / Gujarat / Ahmedabad : Asaram gets relief from High Court

દુષ્કર્મ કેસમાં આસારામને હાઈકોર્ટમાંથી મળી રાહત, ત્રણ મહિનાના જામીનની મળી મંજૂરી

દુષ્કર્મ કેસમાં આસારામને હાઈકોર્ટમાંથી મળી રાહત, ત્રણ મહિનાના જામીનની મળી મંજૂરી

દુષ્કર્મ કેસ મામલે આસારામને ગુજરાત હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં શુક્રવારે (25 માર્ચ, 2025) સુનાવણી હાથ ધરાઈ હતી. જણાવી દઈએ કે, આસારામે છ મહિનાના કાયમી જામીન માગ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આસારામના વચગાળાના જામીન 31 માર્ચે પૂરા થઈ રહ્યા છે, જે મેડિકલ ગ્રાઉન્ડ પર લેવાયા હતા. જામીનને આગળ વધારવા કે નહીં તેના પર ગુજરાત હાઈકોર્ટના બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે ત્રણ મહિના માટે જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો નિર્ણય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટના જજ એ.એસ.સુપેહિયાને આસારામની જામીન અરજી રિફર કરાઈ હતી. બપોર બાદ તેના પર જજ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જજ ઇલેશ વોરા ત્રણ મહિનાના જામીન આપવાના સમર્થનમાં હતા, જ્યારે જજ સંદીપ ભટ્ટ વિરોધમાં હતા.

Related News

Icon