
અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગને લઈ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બાંગ્લાદેશી સગીરાને દેહ વ્યાપાર માટે ધકેલવામાં આવી હતી જેમાં નરોડામાંથી 16 વર્ષીય સગીરાને દેહવ્યાપારથી મુક્ત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા પોલીસની કોમ્બિંગ સમયે સગીરાને રોડ પર મળી આવી હતી.
સગીરાની પૂછપરછ કરતા તેની સાથે દેહ વ્યાપાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ મામલે બાંગ્લાદેશમાં ગુનો નોંધાયો હતો. તેમજ સગીરાને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવવામાં આવી હતી. સગીરાનું મેડિકલ કરવાની તેની વધુ તપાસ શરૂ કરી છે. સગીરાની પૂછપરછ કરતા આવી રીતે 6 મહિલાઓને દેહવેપારમાં ધકેલી હોવાનો ખુલાસો થયો છે. મહિલા ક્રાઈમ બ્રાન્ચે પોક્સો, બળાત્કાર અને ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.