Home / Gujarat / Ahmedabad : Youth dies after being hit by XUV car

અમદાવાદમાં XUV કારની અડફેટે આવી જતાં યુવકનું મોત, 13 વર્ષની સગીરા કાર ચલાવતી હોવાનો આક્ષેપ

અમદાવાદમાં XUV કારની અડફેટે આવી જતાં યુવકનું મોત, 13 વર્ષની સગીરા કાર ચલાવતી હોવાનો આક્ષેપ

ગુજરાતભરમાં સતત અકસ્માતની વણઝાર સર્જાઈ છે એવામાં અમદાવાદમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઘરની બહાર નીકળી રહેલા યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. અમદાવાદ શહેરમાં કુબેરનગરની માતૃછાયા સોસાયટી પાસે આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં કમલેશ નૈનાની નામના યુવકનું મોત થયું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી પ્રમાણે, XUV કાર ચાલક દ્વારા ટર્ન લેતી વખતે આ અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. XUV જેવી મોટી કાર 13 વર્ષની સગીરા ચલાવતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. એક્ટિવા લઈ સોસાયટી બહાર ઉભેલા યુવકને અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. આ મામલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

Related News

Icon