
અમદાવાદમાં હવે કોઇ પણ નાગરિક રોંગસાઇડ વાહન ચલાવતા પકડાશે તો તેની સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને રોંગસાઇડ વાહન ના ચલાવવા માટે અપીલ કરી છે.
https://twitter.com/PoliceAhmedabad/status/1903022710432604635
ટ્રાફિક નિયમના ભંગના 20 દિવસમાં 2 લાખથી વધુ કેસ
ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ ટ્રાફિક, અમ્યુકો સહિતના સોગંદનામાંઓ મારફતે આંકડાકીય માહિતી અદાલતના ધ્યાન પર મૂકતા જણાવ્યું કે, 'ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા 20 દિવસમાં 27-2-2025થી 18-3-2025 સુધીમાં કુલ 2 લાખથી વધુ કેસો કરી કુલ મળી 13 કરોડ, 21 લાખ, 30 હજાર, 650 રૂપિયાનો રેકોર્ડબ્રેક દંડ વસૂલવામાં આવ્યો છે.
હેલ્મેટ ના પહેરતા લોકોને દંડ
સૌથી વધુ દંડ હેલ્મેટ નહીં પહેરવા બદલ 1.09,651 કેસો કરી 5,48,25,500નો વસૂલવામાં આવ્યો છે. બીજા ક્રમે રોંગ સાઈડ વાહન ડ્રાઇવીંગ કરતા વાહનચાલકો સામે 8189 કેસો કરી 1,65,80,500નો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્રીજા ક્રમે બેફામ અને પૂરપાટઝડપે વાહન હંકારતા લોકો સામે 6922 કેસો કરી 1,59,90,900નો દંડ વસૂલવામાં આવ્યો છે. પાર્કિંગ નિયમના ભંગ બદલ 24 હજારથી વધુ કેસો કરી 1,41,78,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.