Home / Gujarat / Ahmedabad : Bulldozer over house of anti-social elements in Ahmedabad

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ઘર પર ચાલ્યું 'દાદાનું બુલડોઝર', પોલીસ કમિશનરે કર્યું નીરિક્ષણ

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોના ઘર પર ચાલ્યું 'દાદાનું બુલડોઝર', પોલીસ કમિશનરે કર્યું નીરિક્ષણ

અમદાવાદના રામોલમાં બે જૂથો વચ્ચે અથડામણમાં જાહેર રોડ પર ગાડીઓના કાચ તોડ્યા હતા. બનાવની જાણ થતા જ રામોલ પોલીસે ઘટનાસ્થળેથી અટકાયત કરી રસ્તો બાનમાં લેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.હવે વસ્ત્રાલમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘર પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અસામાજિક તત્ત્વોના ઘર પર ચાલ્યું બુલડોઝર

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં લવજી દરજીની ચાલીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોના ગેકકાયદેસર ઘર પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડવાની કામગીરી હાથ ધરાઇ છે. અમદાવાદના પોલીસ કમિશનરે પણ અમરાઇવાડીમાં ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી છે.

વસ્ત્રાલમાં ખુલ્લેઆમ હાથમાં હથિયાર લઇને આતંક મચાવનાર વિરૂદ્ધ અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે. અસામાજિક તત્ત્વોમાં દાખલો બેસાડવા ફરી એક વખત દાદાનું બુલડોઝર અસામાજિક તત્ત્વોના ગેરકાયદેસર ઘર પર ફરી વળ્યું છે. પોલીસ કમિશનર જીએસ મલિક ડિમોલિશનની કામગીરીનું નીરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

અમદાવાદમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલ આંખ

અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે કહ્યું કે, અમરાઇવાડી કોર્પોરેશન અને પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજવીરસિંહ બિહોલા નામના આરોપીના ઘરે ડિમોલિશન કરવામાં આવ્યું છે. જર્જરપિત મકાન હોવાથી કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. બન્ને આરોપીના ઘર પર ડિમોલિશન કરવામાં આવ્યું છે. વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓમાઁથી સાત આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને આતંક મચાવતા કોઇ પણ લોકોને છોડવામાં નહીં આવે.

 

 

Related News

Icon