
Ahmedabad News: અમદાવાદ શહેરના હાથીજણમાં ચાર મહિનાની બાળકીના મોત મામલે એએમસી સીએનસીડી વિભાગ પણ હવે કાર્યવાહી કરશે. આ મામલે સીએનસીડી વિભાગનાં વડા નરેશ રાજપુતનું નિવેદન સામે આવ્યું છે. સીએનસીડી વિભાગ પણ પોલીસમાં માલિક વિરૂદ્ધ અરજી આપશે. રખડતા કુતરા અને પાલતુ કુતરાઓ માટે ભારત સરકારની એનીમલ વેલ્ફેર બોર્ડ નિયમ બનાવાયા છે.
એએમસી ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી છે. હાલ ડોગ ઘરમાં જોવા મળ્યુ નથી. ડોગ માલિક દ્વારા નુકશાન કરાયું છે તે અંગે પોલીસ અરજી કરાઇ છે. પોલીસની મદદથી ડોગ્સ એએમસી કબજામાં લેશે. અહીં માલિક દ્વારા ડોગ્સનું રજીસટ્રેશન કરાયું નથી. હાલ પેટ ડોગ રજીસ્ટ્રર અંતર્ગત ૫ હજાર રજિસ્ટ્રેશન થયા છે. હજુ પણ બાકી ડોગ્સ માલિકો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. માલિકો ડોગ્સ રજીસ્ટ્રેશન નહીં કરે તો પેનલ્ટી તથા નોટિસ અપાશે. જાહેર સ્થળો પર આ પ્રકારના ડોગ્સ પ્રતિબંધિત કરાશે. ડોગ રજીસ્ટ્રેશન નહી કરાયું હોય તો આગામી દિવસોમાં એએમસી દંડનાત્મક કાર્યવાહી કરશે.