Ahmedabad News: ગુજરાતભરમાંથી સતત ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નિકળવાની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં જ અમદાવાદના મણીનગર વિસ્તારમાંથી હેવમોરના એક આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નિકળી હતી. આ આઈસ્ક્રીમ ખાતા મહિલાની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવામાં ફરી અમદાવાદમાંથી એક પરિવારે ઓનલાઈન ફુડ મંગાવતા તેમને પણ કડવો અનુભવ થયો હતો.
અમદાવાદ શહેરમાં ખોરાકમાંથી જીવાત નીકળવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સરખેજ નજીક રહેતા પટેલ પરિવારે ઓનલાઈન ફૂડ મંગાવતા કડવો અનુભવ થયો છે. પ્રહલાદનગરના ગ્વાલિયા સ્વીટ્સમાંથી છોલે ભટૂરે મંગાવવામાં આવ્યા હતા જેમાં છોલેમાંથી બે વંદા નીકળ્યા હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકે ઓનલાઈન અપ્લિકેશન પરથી ફૂડ મંગાવ્યું હતું. આ અંગે કોર્પોરેશનને ફરીયાદ કરતા તંત્ર દ્વારા ગ્વાલિયા સ્વીટ માર્ટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને ૨૫૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.