
Ahmedabad news: અમદાવાદ શહેરમાં આવેલા મોટેરા આસારામ આશ્રમને 120 એકર જમીન ખાલી કરવા કલેક્ટરે નોટિસ ફટકારી છે. આ ઉપરાંત અન્ય બે આશ્રમોને પણ 20 એકર જમીન ખાલી કરવા કલેકટરે નોટિસ ફટકારી છે. ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરવા નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે. મોટેરામાં ઓલિમ્પિક ગેઇમ્સ માટે જમીન ખાલી કરવા નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાબરમતીમાં મોટેરા પાસે ઓલિમ્પિક ગેમ્સ માટેનાં સ્ટેડિયમ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેથી મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા ત્રણ આશ્રમોને નોટિસ ફટકારવામાં આવી છે. આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રજ્ઞા મંડળ આ ત્રણ આશ્રમોને 140 એકર જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરે નોટિસ ફટકારી હતી. આસારામ આશ્રમે જમીન પચાવી હોવાથી કોઈ વળતર નહીં મળે. આસારામ આશ્રમે મોટાભાગે સરકારી જમીન પચાવી પાડીને આશ્રમ બનાવ્યા છે. આસારામ આશ્રમને સરકારી જમીન પચાવી ગેરકાયદે બાંધકામ કરવા નોટિસ પણ ફટકારી છે. આસારામ આશ્રમે ચેરિટેબલ ટ્રસ્ટ માટે ફાળવાયેલી જમીનનો ઉપયોગ ધંધા માટે કરીને નિયમભંગ કર્યો ત્રણેય આશ્રમને જમીન ખાલી આદેશ કર્યો છે.