
અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરાયાની ઘટના બન્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એશિયાની સૌથી મોટી ગણાતી 1200 બેડની સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરાયાના સમાચાર મળતાં હોસ્પિટલના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે. છેલ્લા 1 કલાકથી તેના પિતા બાળકને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. હોસ્પિટલના તમામ વોર્ડમાં એનાઉન્સ કરાયું છે. પરંતુ હજુ સુધી બાળકની ભાળ મળી નથી.
જણાવી દઈએ કે અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થયું છે. તેના પિતાએ શોધખોળ આરંભી છે પરંતુ હજુ સુધી બાળકનો અત્તોપત્તો લાગ્યો નથી. બાળક ખરેખર ખોવાયું છે કે પછી ચોરાયું છે તે હકિકત હજુ સામે આવી નથી. હાલ તો હોસ્પિટલના તમામ દરવાજા બંધ કરીને અંદર બાળકની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન ચોથા માળેથી બાળક મળી આવતા માતા પિતાને હાશકારો થયો હતો.