
ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર પકડવાને મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર અનેક સવાલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા ડૌ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઘણા સમયથી બોગસ હથિયાર વેપાર થઈ રહ્યો છે. ગેરકાયદેસર લાયસન્સ આપવામાં આવી રહ્યા છે. ATS અને SOG દ્વારા સમગ્ર માહિતી બહાર આવી છે. તપાસ રાજ્યના મંત્રી સુધી પહોંચતા અટકાવી દેવામાં આવી છે.
68 જેટલા લોકોએ ગેરકાયદેસર લાયન્સ મેળવ્યા છે. નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાયન્સન મેળવ્યા છે. જેમાં રાજકારણ, પોલીસ અધિકારી સહિતના લોકોના નામ ખુલ્યા છે. 68 આરોપી મોટાગજાના હોવાથી તપાસ થઈ રહી નથી. આ કૌભાંડ ગુજરાત ગૃહવિભાગમાંથી થઈ રહ્યું છે. લાયસન્સ લેવામાં મસમોટા ભાવ બોલાઇ રહ્યા છે.
રાજ્યના મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલની સામે બોગસ લાયસન્સ નામ આવ્યું છે. નાગાલેન્ડ રહેઠાણ પુરાવા પણ બહાર આવ્યા છે. આ હથિયાર કઇ જગ્યા ઉપયોગ થયો તેની તપાસ થવી જોઈએ. ગુજરાતમાં 40 જેટલા લોકોની ધરપકડ કરવામાં બાકી ઘરપકડ ક્યારે કરવામાં આવશે? મંત્રીના પુત્ર સામે પણ કેમ કાર્યવાહી આવી નથી? ભાજપ તમામ મોટામાથા લોકોને બચાવના કેમ પ્રયત્ન કરી રહી છે?