
Ahmedabad Plane Crash News: મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે રુંવાડા ઉભા કરી દેવ તેવી માહિતી સામે આવી છે. પ્લેન ક્રેશનું ઘટનાસ્થળ મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PI ડી.બી.બસિયા છે. પ્લેન ક્રેશની માહિતી સૌ પ્રથમ PI ડી. બી બસિયાને મળી હતી. PI ડી.બી બસિયાનો પુત્ર મેડિકલ MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
PIનો પુત્ર રજત બસીયા ડોક્ટર હોસ્ટેલની મેસમાં એક ગ્રુપનો ઇન્ચાર્જ પણ છે. તેમજ રજત બસિયા પણ ક્રેશ સાઈડ સ્થળ અતુલ્ય બિલ્ડિંગ હોસ્ટેલમાં રહે છે. જો કે, પ્લેન ક્રેશના દિવસે રજત બસીયા ઘરે ગયો હતો અને બપોર પછી હોસ્ટેલ જવાનો હતો. પુત્ર હેમખેમ હોવાથી PI ડી બી બસીયાએ કુદરતનો આભાર વ્યક્ત કર્યો હતો. PI ડીબી બસીયા પુત્રની વાત કરતા કરતા ભાવુક થયા હતા.
શું હતી ઘટના?
અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી તેની એક જ મિનિટમાં એરઇન્ડિયાની ફ્લાઇટ તૂટી પડતાં 270 લોકોના મૃત્યુ નિપજ્યાં હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. 12 જૂનના રોજ સર્જાયેલી દુર્ઘટનામાં કૂલ 229 મુસાફર અને 12 ક્રૂ મેમ્બર મળી વિમાનમાં 241 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત બી.જે.મેડિકલ કેમ્પસના બિલ્ડીંગ કે મેદાનમાં મૃત્યુ નિપજ્યાં છે. બી.જે.મેડિકલની મેસ અને હોસ્ટેલ બિલ્ડીંગમાં પાંચ લોકોના મોત થયા હતા. બાકીના 24 લોકોના બી.જે.કેમ્પસના મેદાનમાં મોત થયા હતા જેમાંથી ઇજા થવાથી મૃત્યુ પામેલા આઠ અને દાઝી જવાથી મૃત્યુ પામેલા પાંચ લોકોના મૃતદેહો તેમના સ્વજનોને સોંપી દેવાયા છે.