
સુરેન્દ્રનગર બાદ હવે અમદાવાદમાં પણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકાના આંબારેલી અને કોકા ગામ વચ્ચેના ગૌચરમાંથી બેફામ રીતે ખનીજ ખનન કરવામાં આવી રહ્યું છે. આંબારેલી ગામના અમુક શખ્સોએ ગૌચરની જમીનને પણ ના છોડી. ગૌચરની જમીનમાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું છે. આ મુદે વારંવારની કોકા ગ્રામ પંચાયત દ્વારા લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
કોકા ગામના સરપંચ ખુદ અનેકવાર ફરિયાદ કરી ચૂક્યા છે. બેરોકટોક ટ્રેકટરોમાં માટીની હેરફેર થઇ રહી છે. સ્થાનિક પોલીસ અને ખાણ ખનીજ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં. તંત્ર દ્વારા આ ગેરકાયદે માટી ખનન કરતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી માટી ખનન અટકાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.